Check and correct – Advance search
મિત્રો Rojmel માં કોઈ એન્ટ્રી શોધવાની થાય ત્યારે ખૂબ જ મુશ્કેલી પડે છે.ખાસ કરીને તમે બે ચાર વર્ષનો હિસાબ લખ્યો હોય તો તો આવી જ બન્યું! અહીં તમારી મદદ માટે Advance search આવશે.Advance search એના નામ પ્રમાણે કામ કરે છે.એમાં તમારે ફક્ત ક્રાએટેરીઆ પસંદ કરી ધારેલી એન્ટ્રી સચોટ રીતે શોધી શકશો..સુધારી શકશો.
Advance Search
મિત્રો.. Rojmel માં અમુક એન્ટ્રી આપણી સાથે દુશ્મનની જેમ વહેવાર કરે છે અને ડેટાબેઝમાં છુપાઈને આપણાં તારીજા અને સરવૈયાને ગરબડ વાળા બનાવી દે છે.આવા સંજોગોમાં Advance Search નો ઉપયોગ કરીને એવી એન્ટ્રી સરળતાથી શોધીને સુધારી શકાય છે.
વાઉચર એન્ટ્રીના દરેક કૉલમ માટે વિશેષ લોજિકનો ઉપયોગ કરવામાં આવેલ છે.જે પસંદ કરી વેલ્યૂ એન્ટર કરી Show Result ક્લિક કરતાં તરત જ એન્ટ્રી ફિલ્ટર થઇ સામે આવી જાય છે અને સુધારી શકાય છે.Advance Search એના નામ પ્રમાણે Advance છે.