School management committee Ajenda
મિત્રો.. Rojmel જ્યારે Digital સ્વરૂમા નિભાવીએ છીએ તો School management committee ના એજન્ડા શા માટે Digital ના બનાવીએ ? Rojmelની જેમ એજન્ડા પણ Digital રાખવાના ઘણા ફાયદા છે. તેમાં ય એજન્ડા તો મોટેભાગે બીંબાઢાળ હોય છે. એની વાક્યરચનામાં આવતા શબ્દો મોટેભાગે પહેલેથી ફિક્ષ જેવા જ હોય છે. SMC Rojmelનો આ જ તો ફંડા છે કે વારંવાર આવતા શબ્દો પ્રોગ્રામેટીકલી ઉપયોગ કરી કામમાં ઝડપ અને ચોક્સાઇ લાવવી !
Ajenda
Rojmel માં Ajanda લખવા માટે ઉપર મુજબ એજન્ડા-ઠરાવ મોડયુલ ઓપન કર્યા બાદ પ્રથમ Add પર ક્લિક કરી મીટીંગની વિગતો તારીખ , સમય , વખત અને સભાના અધ્યક્ષની પસંદગી કરી લેવી.સળંગ ઠરાવ નંંબર આપતા જઇ એજન્ડાની વિગત લખી દેવી. છેલ્લે એજન્ડા બુક બટન ક્લિક કરતાં તમે તૈયાર કરેલ એજન્ડા બુક પ્રિન્ટ કરી શકાશે.એજન્ડા દરેક સભ્યોને મોકલવાના હોવાથી School management committee (Samiti)માં તમારા સભ્યોના નામ ચેક કરી લેવા ! એક તારીખમાં ગમે એટલા ઠરાવ લખી શકાશે.નેક્ષ્ટ અને પ્રિવિયસ બટનનો ઉપયોગ કરીને તમામ તારીખો જોઇ શકાશે.
School management committee (Samiti)
સમિતિમાં સભ્યો બદલવાના થાય એવા સંજોગોમાં “સમિતિમાં ફેરફાર કરવા અહીં ક્લિક કરો !” પર ક્લિક કરવું. ઘણાના કોલ આવે છે કે સભ્યોના નામ ક્યાંંથી બદલવા !