Live Trial Balance

એસ.એમ.સી, એસ.એમ.સી.એજ્યુકેશન કે અન્ય કોઈ રોજમેળ તૈયાર થઇ ગયા બાદ જે સરવૈયું જોવા મળે છે તે સરવૈયું આ Excel ફાઇલની મદદથી લાઈવ એટલે કે જયારે તમે મળેલ ગ્રાન્ટ કે ખર્ચની માત્ર એક આઈટમ એન્ટર કરશો કે તરત જ જોઈ શકાશે.એટલે જ એનું નામ Live Trial Balance રાખ્યું છે.

Live Trial Balance

Live Trial Balance માં કુલ સાત Sheet છે. દરેક Sheet માં વિગત ઉમેરી શકાશે અને Trial Balance પણ દરેક Sheet માં જોઈ શકાશે.દરેક Sheet નો ઉપયોગ નીચે પ્રમાણે છે.

  • ગમતાંનો ગુલાલ – જનરલ સૂચના
  • Opening – ગત વર્ષની બંધ સિલક ઉમેરી ચેક કરવા.
  • Grant Cash – વર્ષ દરમ્યાન મળેલ રોકડ ગ્રાન્ટ ઉમેરવા.
  • Grant Cheque – વર્ષ દરમ્યાન ચેક કે IMPS થી મળેલ ગ્રાન્ટ ઉમેરવા.
  • Expence Cash – વર્ષ દરમ્યાન કરેલ રોકડ ખર્ચની યાદી.
  • Expence Cheque – વર્ષ દરમ્યાન કરેલ ચેક કે PFMSથી કરેલ ખર્ચની યાદી.
  • Cash Withdrawals – બેંકમાંથી ઉપાડેલ કેશની યાદી.

ઉપરની વિગતો સંપૂર્ણ અથવા આંશિક ઉમેરવાથી તમારા SMC રોજમેળનું Trial Balance તૈયાર થઈ જશે અને પ્રિન્ટ કરી શકશો.

Download Live Trial Balance

SMC Rojmel

SMC રોજમેળ સોફટવેરમાં ઉપરની સાત Sheet ની એન્ટ્રી કરવાથી રોજમેળ, ખાતાવહી, સરવૈયું, આવેલ ચેક, આપેલ ચેક, બીલ રજિસ્ટર, માસિક હિસાબ પત્રક, રીકંસીલેશન, ગ્રાંટ પ્રમાણપત્ર, સંકલિત પત્રક, વાઉચર બુક, બીલ પ્રમાણપત્ર, પેઇજ ટાઇટલ જેવા તમામ પત્રકો તૈયાર થઇ જાય છે ! SMC Rojmel નીચે આપેલ લિન્ક પરથી ડાઉનલોડ કરી શકાશે.